“વાળી ઝૂડી મેં મંદિર સાફ કર્યા,
બારી- બારણે તોરણ ફૂલ ભર્યા.
મીટ માંડી હું આંગણિયે,
લળી તારા ચિત્ત લહું .”
- વિરાટની પગલી
” પૃથ્વીઉછંગે ઊછરેલ માનવી
હું માનવી માનવ થાઉં તો ઘણું.”
____________________________________________
* * * ર સ થા ળ * * *
# આ જીવન ઝાંખી પ્રસંગે એક ખાસ સંદેશ #
# રંગ રંગ વાદળીયાં : કહેજો જી રામ રામ : બાળકાવ્ય
# આનંદમયી, ચૈતન્યમયી, સત્યમયી, પરમે ! : સ્તુતિ
# ઝાંઝરણું અલક મલકથી આવ્યું રે ! : લોકગીત
# ઘણ ઉઠાવ : નમું તને પત્થરને? : સોનેટ
# પ્રભુ દેજો : ત્રિપદીઓ
# હો ગીત કોણ ગાતું ઘેલું : મુક્તક
# બંધાઇ ગયું : પ્રણયનું એક લઘુકાવ્ય
# વૃત્તિની લીલા : સુંદરમ્ ની અંતરવાણી
# શ્રી અરવિંદ- દિવ્ય જીવન : સુંદરમ્ ના ધ્રુવતારકની વાણી
________________________________________________
# અને એક ગીત સાંભળો ! : મારી બંસીમાં બોલ બે વગાડી તું જા …
____________________________
નામ
ત્રિભુવનદાસ લુહાર
ઉપનામ
કોયા ભગત, સુંદરમ્
જન્મ
માર્ચ - 22, 1908; મિંયામાતર ( જિ. ભરૂચ)
અવસાન
જાન્યુઆરી - 13, 1991
કુટુમ્બ
- પિતા – પુરુષોત્તમદાસ લુહાર
- પત્ની – ; સંતાનો -
અભ્યાસ
- પ્રાથમિક – મિયામાતરમાં સાત ધોરણ સુધી
- માધ્યમિક – આમોદ તથા ભરૂચમાં.
- 1925-29 ગુજરાત વિધ્યાપીઠના સ્નાતક “ભાષાવિષારદ”
વ્યવસાય
- શિક્ષણ અને અધ્યાપન
- 1929 - સોનગઢ ગુરૂકુળમાં અધ્યાપક
- 1934 - અમદાવાદ જ્યોતિસંઘમાં શિક્ષક
- શ્રી અરવિંદ આશ્રમ, પોંડિચેરીમાં સાધના

જીવન ઝરમર
- ગાંધીયુગના ફિલસુફ કવિ અને સાધક
- સુંદરમ્ - ઉમાશંકરની જોડી ગણાતી
- અભ્યાસ છોટુભાઈ પુરાણીની આમોદની શાળામાં
- ભરૂચમાં સુપ્રસિદ્ધ વિવેચક વિશ્વનાથ મગનલાલ ભટ્ટના વિદ્યાર્થી
- ‘સાબરમતી’ ના તંત્રી

- 1969- ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ
- 1945 - શ્રી અરવિંદ આશ્રમ, પોંડિચેરીમાં સહકુટુંબ સ્થાયી થયા
- અરવિંદ આશ્રમ - પોંડિચેરી ના ગુજરાતી ત્રિમાસિક ‘દક્ષિણા’ ના તંત્રી
- યુવાન વયમાં સાવ નાસ્તિક એવા કોયા ભગતની કડવી વાણી [ હવે હરિ વૈકુંઠ જાઓ ] થી શરુ થયેલી અને મધ્યમાં થોડી શ્રધ્ધાયુક્ત બનેલી [ તને નમું , પત્થરને ય હું નમું - 1939 ] જીવનયાત્રા શ્રધ્ધા થી છલકતી યોગ્ય વ્યક્તિની કેવળ પૂજામાં [ શ્રી અરવિંદ! શ્રી અરવિંદ ! હૃદય હૃદય, શ્રી અરવિંદ - 1967 ] સમર્પિત થઇ
દક્ષિણાનું પ્રતિક

મુખ્ય રચનાઓ
- કાવ્યસંગ્રહો – કોયા ભગવતની કડવી વાણી, કાવ્યમંગલા, વસુધા, યાત્રા,
- બાલ કાવ્યો - રંગ રંગ વાદળિયાં
- નવલકથા - પાવકના પંથે
- વાર્તાસંગ્રહો - હીરાકણી અને બીજી વાતો, ખોલકી અને નાગરિકા, પિયાસી, ઉન્નયન, તારિણી
- ચરિત્ર - શ્રી અરવિંદ મહાયોગી
- નિબંધ - ચિદંબરા, સા વિદ્યા
- પ્રવાસ - દક્ષિણાયન
- નાટ્યસંગ્રહ – વાસંતી પૂર્ણિમા
- વિવેચન – અર્વાચીન કવિતા, અવલોકના, સમર્ચના, સાહિત્યચિંતન
- અનુવાદ -
- આશ્રમ જીવન પહેલાં - ભગવદજ્જુકીયમ્ , મૃચ્છકટિક, કાયાપલટ, પરબ્રહ્મ
- શ્રી. અરવિંદ ઘોષ - મહાકાવ્ય ‘સાવિત્રી’, ઉત્તરપાડા વ્યાખ્યાન, યોગ અને તેનું લક્ષ્ય, પૂર્ણ યોગનું તત્વ જ્ઞાન, સ્વપ્ન અને છાયા ઘડી, વિદેહીઓના વાર્તાલાપો
- માતાજી - ભાવિ તરફ, ચાર તપસ્યાઓ અને ચાર મુક્તિ, સુંદર કથાઓ, અતિમાનસ, આદર્શ બાળક
સન્માન
- 1934- રણજિતરામ સુવર્ણ ચન્દ્રક
- 1946- મહીડા પારિતિષિક
- 1955 - નર્મદ સુવર્ણ ચન્દ્રક
- 1968- સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર
- 1987 - ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સન્માન
સાભાર
- ‘આપણા પ્રતિનિધિ સારસ્વતો’ - રમેશ શુક્લ - પ્રવિણ પ્રકાશન
- બૃહદ્ ગુજરાતી કાવ્ય સમૃધ્ધિ - ઇમેજ પબ્લીકેશન

